ચૂંટણીમાં હવે શરૂ થયો તુ-તુ મેં-મેં નો દૌર - Ep. 46
વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી કોઇ પણ વાત કરેતો તે ન્યુઝ મેટર વાયરલ થઇ જતી હતી. હાલ, એવી જ રીતે હાર્દિક પટેલ બોલે તો પણ તેના વિડીયો વાયરલ થાય અને ન બોલે તો પણ વાયરલ થાય. બાવીસ વર્ષનો પાટીદારનો દિકરો કોંગ્રેસને ચોર કહેતો અને પછી કોંગ્રેસના ખોળાંમાં જઇને જ બેસી ગયો. એ દ્રશ્ય જોઇને ભાજપના શાંત વિભિષણ એટલે કે નિતિન ભાઇ પટેલ હાર્દિક પર રાતાચોળ થઇ ગયા. ઘણી બધી બાજીઓ બદલાશે, ચૂંટણી પછી ઘણી નીતીઓ પણ બદલાઇ જશે. તેથી સાથે મળીને સમજી વિચારની મતદાન કરજો અને કરાવજો. ખબર છે ડોટ કોમ હંમેશાં વાત કરે છે ગુજરાતની અને ગુજરાતના હિતની ગુણિયલ ગુજરાતની જય હો.