ભાજપે ચાંપેલી દિવાસળી કોંગ્રેસને ભડકે બાળી રહી છે - Ep. 85
09 Jan, 2018
05:52 PM
ભાજપે ચાંપેલી દિવાસળી કોંગ્રેસને ભડકે બાળી રહી છે. શરૂઆત નાયબ મુખ્યમંત્રીએ કરી હતી. મનગમતું ખાતું ન મળતા ખાવાનું છોડી દીધુ તેવી નોબત આવી ગઇ હતી. ત્યારે ભાજપને હવે મ્હેંણા લાગી રહ્યા છે કે સરકાર સેવા કરવાની છે કે સત્તા ભોગવવાની છે. હવે આ મ્હેંણાનો સૂર પૂરાવી રહ્યા છે કોંગ્રસીઓ, એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાય ગયુ છે. તેથી આપણે આપણી આંખો ખુલ્લી રાખવી જોઇએ અને આપની આંખો ખોલવાનું કામ અમે કરીએ છીએ કારણ કે Khabarchhe.com હંમેશાં આપની સાથે વાત કરે છે, ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.