ભાજપ વાપરી રહ્યુ છે પોતાનું બ્રહ્માસ્ત્ર - Ep. 22
ભાજપ માટે નબળાં સૈન્યના બળવાન સેનાપતિ પર આધારિત લડત લડવાની નોબત આવી પડી છે. બધી બાજુથી પ્રહારો સહન કરી રહેલું ભાજપ હવે તેનું બ્રહ્માસ્ત્ર બહાર કાઢી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રના બધા જ કામકાજને નેવે મુકીને ગુજરાતની ચૂંટણી પર લાગી જવાના છે. એટલે જ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક નહીં બે નહીં પણ ચૂંટણી પહેલા અંદાજીત 50 સભાઓ ગુજરાતમાં કરશે. કોંગ્રેસ અને ભાજપ બંને પક્શો માટે વિધાનસભાની ચૂંટણી એ લોકસભાનું પરિણામ પર મોટી અસર કરશે. આવો એક સંકલ્પ કરીએ નવમી અને 14મી ડિસેમ્બરે મતદાન કરીએ અને કરાવીએ અને લોકશાહીને વધુ મજૂબત બનાવીએ. ખબર છે ડોટ કોમ પર અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની ગુણિયલ ગુજરાતની જય હો.