
આવતી કાલે ગુજરાતને મુખ્યમંત્રી મળી જશે અને તેની સાથે બીજા મંત્રીઓ પણ મળશે. પણ મંત્રી મંડળની રચના કેવી રીતે કરવી તેની હાલ તકલીફ પડી રહી છે. કારણ કે જે મંત્રીઓને ધ્યાનમાં રાખીને કેબીનેટનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો હતો તે હાલ નિષ્ફળ ગયો છે. ભાજપના મંત્રીઓ હારી જતા ભાજપને મંત્રીમંડળની રચના કરવામાં તકલીફો પડી રહી છે. સંભવ છે કે ગુજરાતને આ વખતે નવા મંત્રીઓ મળશે. પણ જોવું એ રહ્યુ કે તેઓ ગુજરાતની જનતા માટે કેટલા ફાયદાકારક છે. Khabarchhe.com પર અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હીતની ગુણિયલ ગુજરાતની જય હો.