ભાજપના પગ તળેથી સરકી ધરતી, બહાર આવ્યા ચોંકાવનારા સર્વે - Ep. 57
ગુજરાતમાં ભાજપના પગ નીચેથી ધરતી સરકી જાય તેવા સર્વે બહાર આવ્યા છે. ભાજપનો ગોલ 150 પ્લસનો રહ્યો છે. પરંતુ ભાજપ હાલના તબક્કે માંડ માંડ ત્રણ અંકોમાં પહોંચી શકે તેમ છે. પોલ ઓફ ધ ઓપિનિયન પોલ્સના આંકડા ભાજપના દિગ્ગજોને તમ્મર લાવી દે તેવા છે.ગુજરાતની ચૂંટણીનું બીજું અનુમાન એવું છે કે ભાજપને સત્તા તો આવશે પરંતુ તેના મહત્વના સિનિયર સભ્યોનો સફાયો થઇ જશે. પાર્ટીના મહારથીઓ હારશે. કેબિનેટ મંત્રીઓ પણ ચૂંટણી હારી રહ્યાં હોય તેવું અનુમાન સટ્ટાબજાર પણ લગાવે છે. ચૂંટણીની સફળતા ત્યારે જ કહેવાય જ્યારે વિક્રમી મતદાન થાય. તો આવો સાથે મળીને સંકલ્પ કરીએ. મતદાન કરીએ અને કરાવીએ. Khabarchhe.com કે જ્યાં હંમેશાં વાત થાય છે ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.