બજેટમાં ખેડૂતોને ફરી આશા જાગી છે - Ep. 113
ગરવી ગુજરાતની વિધાનસભામાં આજે ગુજરાતના નાણાંમંત્રી નિતીનભાઇ પટેલે બજેટ આપ્યુ હતુ. આ બજેટ આમ જોવા જઇએ તો ઠીકઠાક ગણી શકાય. પરંતુ ખેડૂતોના માટે 6755 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. ઉપરાંત ગત વર્ષે ખેડૂતોને પાકને લઇને જે હાલાકી ભોગવવાની વારી આવી હતી, જેમ કે ક્યાંક વધારે પાકના લીધે નુકશાન તો ક્યાંક પાણીને લઇને નુકશાન તેના માટે આ વર્ષે નાણાંમંત્રીએ ખેડૂતોને રૂ. 1101 કરોડ પાક વિમા માટે ફાળવ્યા છે. આ ઉપરાંત બજેટમાં યુવા રોજગારી અને મહિલાઓ માટે પણ અલગ અલગ પ્રકારની જોગવાઇ કરવામાં આવી છે. પરંતુ અહીં યક્ષ પ્રશ્ન એ છે કે આ બધી જોગવાઇ ખરેખર અમલમાં મુકાશે ખરી.. કે માત્ર કાગળ પર જ રહી જશે. કારણ કે આ રાજકારણ છે ગમે ત્યારે આ રાજકારણમાં ભૂકંપ સર્જાઇ શકે છે અને નવા માંચડાઓ બંધાઇ શકે છે. ગુજરાત અને ગુજરાતના હિતની વાત માટે આપ જોતા રહો Khabarchhe.com. ગુણિયલ ગુજરાતની જય હો.