સસ્તી ડુંગળી ખેડૂતોને રાતાપાણીએ રડાવી રહી છે - Ep. 104

ટામેટાંના ભાવ માત્ર 2રૂપિયા કિલો, કાંદા બટાકાના ભાવ 7રૂ. કિલો. આ ભાવ ખેડૂતોના છે. ખેડૂતો વાતાવરણના અનુસાર પાક લેતા હોય છે ત્યારે આ પાક લીધા બાદ જે ઉત્પાદન થયુ તેમાંથી ખેડૂતોને ખર્ચ નીકળે તેટલો ભાવ પણ મળતો નથી તેના કારણે હાલ ખેડૂતો અકળાયા છે. આપણાં રાજયમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન ભાવનગર જીલ્લામાં થાય છે અને આ વર્ષે વાતાવરણ અનુકૂળ ન રહેવાના કારણે ભાવનગરમાં ડુંગળીનું ઉત્પાદન ઓછું થયુ છે તેથી જે કંઇપણ પાક છે તેનો યોગ્ય ભાવ મળે તેવી ખેડૂતોને આશા હતી પરંતુ પાકની અછત જણાતા જ પાક પાડોશી રાજ્યમાંથી આવી જતા ખેડૂતો ફરી મુશ્કેલીમાં મુકાયા છે. અને સ્વભાવિક છે તેઓ આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે હાલ થોડા દિવસ પહેલાં જ જ્યારે ટામેટાનો પૂરતો ભાવ ન મળતા ખેડૂતોએ ટામેટાં ઢોરોને ખવડાવીને વિરોધ કર્યો હતો. હાલાકી, હાલની મોંઘવારીને જોઇને ખેડૂતોને યોગ્ય ભાવ મળવો જોઇએ અને તેનાથી ઉલ્ટું દિવસેને દિવસે થઇ રહ્યુ છે. હજુ તો નર્મદાના નીર સુકાઇ જવાના કારણે ઉનાળું પાક નહીં લેવાય ત્યારે શું થશે. કફોડી હાલતમાં ધરતીપૂત્રો રીબાઇ રહ્યા છે. ગુજરાતના સમાચાર માટે આપ જોતા રહો Khabarchhe.com કે જ્યા હંમેશાં વાત થાય છે ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.