ઠંડીનો ચમકારો રાજકારણમાં વધ્યો - Ep. 83
ઠંડી હાલ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઠંડીનો ચમકારો વધ્યો છે ત્યારે રાજકારણમાં પણ ઠંડીનું મોજુ યથાવત રહ્યુ છે. શનિવારના દિવસે બધા રાજકારણીઓ જાણે કે રજા પર ઉતરી ગયા હોય તેવું છે. વિપક્ષના નેતા બનવા હોડમાં કોંગ્રેસના અમરેલીના ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી દિલ્હી સુધી મેરાથોન કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ગુજરાત સરકાર વિદ્યાર્થીઓ માટે સારું કામ કરી રહી છે. વિદ્યાર્થીઓના ફી વધારા અંગે સખત સૂચનાઓ આપવામાં આવી છે. વર્ષ 2018નું વર્ષની વિદ્યાર્થીઓ માટે સારી શરૂઆત થઇ છે. રાજકીય ઉથલ પાથલમાં કોનો ફાયદો થાય છે તેના પર તો આપણી ખાસ નજર રહેવી જોઇએ. બીજી વાત અહીં ધ્યાન દોરવાની છે કે જ્યારે જ્યારે રાજકારણમાં સન્નાટો છવાઇ જતો હોય ત્યારે ત્યારે તુફાન પહેલાની શાંતિ હોય તેવું માનવામાં આવે છે. હાલ આપ જોતા રહો ખબર છે ડોટ કોમ કે જ્યાં અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની ગુણયલ ગુજરાતની જય હો