શું નિષ્ફળ મુખ્યમંત્રી રીપીટ થશે? - Ep. 67
કાંટાની ટક્કર બાદ ગુજરાતમાં ભાજપ માંડ માંડ જીત્યુ તેવું કહી શકાય. હવે અડીખમ ગુજરાતનો અડીખમ સવાલ છે કે કોણ બનશે ગુજરાતનો નાથ.. ભાજપના ચાણક્ય કોને બનાવશે મુખ્યમંત્રી. રાજકીય વિશ્લેષકોના મત અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી તરીકે રીપીટ થશે. પણ અહીં બે શક્યતા છે. જે રીતે ગઇકાલે ભાજપની જીત બાદ કમલમ્ પર વડાપ્રધાન મોદી કરતા ભાજપના ચાણક્ય અમિત શાહના મુખોટા વધારે જોવા મળતા હતા તે પરથી તો એવું કહી શકાય કે વિજયભાઇ રૂપાણી રીપીટ થઇ શકે. જીહાં, આ જે પરિણામ આવ્યુ છે તેમાં ભાજપને બહુ હરખાવા જેવી વાત નથી કારણ કે ભાજપ ભલે શહેરોમાં જીત્યુ પરંતુ ગામડામાં ભાજપાનું ધોવાણ થયુ છે. અને ભાજપને લોકસભા 2019માં ગ્રામજનોના મતો હાંસલ કરવા હોય તો ગામડાની વચ્ચે રહીને કામ કરનાર વ્યક્તિને પસંદગી કરવી જોઇએ અને હાલ તો આર.સી.ફળદુ નું નામ જ સામે આવી રહ્યુ છે. પણ ગુજરાતને સાયલન્ટ મુખ્યમંત્રી મળે તે કેટલું યોગ્ય છે તે તો હવે ગુજરાતની જનતાએ જોવાનું રહેશે. Khabarchhe.com પર અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.