શું હવે ગાંધીનું ગુજરાત અસુરક્ષિત છે? – Ep. 89

હાલ બે દિવસથી ગુજરાત ફરી સુર્ખીયોમાં છવાઇ ગયુ છે. કારણ છે વીએચપીના નેતા ડૉ.પ્રવિણ તોગડિયા. આજે તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજીને ખુલાસા કર્યા કે તેઓ મોઢા પર સાલ ઓઢીને રીક્ષામાં બેસીને દિલ્હી જવાની નોબત આવી હતી. હવે સવાલ અહીં એ છે કે નેતાઓને તો સિક્યોરીટી મળે છે તેમ છતાં પણ ભયમાં છે ત્યારે ગુજરાતની જનતાની સુરક્ષાની તકેદારી કોણ રાખી રહ્યુ છે. જો નેતાઓ જ સુરક્ષિત ન હોય તો આ ગાંધીના ગુજરાતમાં આપણે કેટલાં સુરક્ષિત છીએ. આ પ્રશ્ન હું એટલા માટે પુછી રહી છું, કારણ કે Khabarchhe.com  હંમેશાં તટસ્થ રહીને વાત કરે છે ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જયહો.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.