આખરે સરકારે ઝુકવું જ પડ્યું - Ep.119

આખરે સરકારે ઝુકવું જ પડ્યુ, હું વાત કરું છું આપણા ધરતીપૂત્રોની કે જેઓની હાલ પરિસ્થીતિ ખૂબ જ ખરાબ છે. થોડા દિવસો પહેલા ગોંડલમાં મગફળી આગકાંડમાં જે મગફળી બળીને ખાખ થઇ ગઇ હતી તેમાં કેટલાય ખેડૂતોની આંતરડી બળી હતી. હાલ તેનો રીપોર્ટ આવાત સરકારે ખેડૂતોને રાહતના સમાચાર આપ્યા છે. સરકારે ખેડૂતો માટે કહ્યુ છે કે મગફળી માટે તેઓએ ભાવ જાહેર કર્યા છે અને તેઓ એકલાખ મેટ્રિક ટન મગફળીનો નવો પાક ખરીદશે. ઉપરાંત એપીએમસીને મગફળીનો પાક ખરીદવાનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કિસાન સંઘે બે દિવસ પહેલા જ ખેડૂતોના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા તેથી આ જે નિર્ણય આજે લેવામાં આવ્યો છે તે તેનું જ પરિણામ છે. આજે આ મુદ્દે સરકાર જાગી છે તે સારી વાત છે પરંતુ પાણી બાબતે ધરતીપૂત્રોના પક્ષમાં સારો નિર્ણય લે તો સારી વાત છે. આપ જોતા રહો khabarchhe.com કે જ્યાં અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.

 

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.