આશા રાખીએ ભાજપ માટે 2018નું વર્ષ સારૂં રહે - Ep. 78
વર્ષ 2018નો પ્રારંભ થઇ ચૂક્યો છે. નોટબંધી જીએસટી, ચૂંટણી દંગલમાંથી આબાદ બચાવ થયા બાદ વર્ષ 2018નો શુભાંરભ થઇ ગયો છે. વર્ષ 2017ની કડવી વાતો 2018માં નહીં નડે તે આશા આપણે રાખી શકીએ પરંતુ ભાજપના નેતાઓ રાખે તો તે ખોટું સાબીત થઇ શકે છે. પહેલા વાત કરીશ નીતીન પટેલની. કહેવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના નિર્ણયને કોઇ પડકારી નથી શકતું પણ તેવી ભૂલ નિતીનભાઇ પટેલે કરી છે. બીજી તરફ એવો ગણગણાટ ચાલું થઇ ગયો છે કે પ્રદેશની સમતુલા જાળવવા માટે પ્રદેશ પ્રમુખનો ચહેરો બદલી જાય. પણ અહીં આપણે સમજવાની વાત એ છે કે આ રણનિતીમાં ક્યાંક ગુજરાતની છબી બદલાય ન જાય. Khabarchhe.com કે જે હંમેશાં વાત કરે છે ગુજરાતની અને ગુજરાતના હિતની ગુણિયલ ગુજરાતની જય હો.