Khabarchhe.com કરે છે પાણી બચાવવાની વિનંતી - Ep. 106

છેલ્લા ઘણા દિવસોથી આપણે એવા સમાચાર સાંભળીયે છીએ કે નર્મદાના પાણી ઓસરી ગયા છે. ગુજરાતની પ્રજાને પાણી નહીં મળે. પરંતુ હકિકત આપને જાણ થશે તો તમે પણ ચોંકી જશો. પાણી ઓછા થાય અને કકળાટ માત્ર ગામડાની ભોળી પ્રજા અને ખેડૂતો એ જ કર્યો. ત્યારે અહીં એક મારો સવાલ આવી ગયો.. કેમ કોઇ ઉદ્યોગકારે પાણીનો કકળાટ નથી કર્યો..આજે નર્મદા નજીક ઘણા બધા ઔદ્યોગિક એકમો છે કે જ્યાં પાણીની પૂરેપૂરી વ્યવસ્થા કરી આપવામાં આવી છે. તેથી ઇન્ડસ્ટ્રીયાલીસ્ટનો ધંધો તો ઉનાળામાં પણ ચાલશે..પરંતુ આપણા ખેડૂતો રડીને દિવસો કાઢશે..કારણે કે સરકાર માત્ર બિઝનેસનું વિચારે છે ખેડૂતોનું નહીં. આ બાબત પર Khabarchhe.com સરકારને ટકોર કરે છે અને લોકોને વિનંતી કરે છે આપણે આપણી ફરજ નિભાવવી રહી અને પાણી નો વપરાશ યોગ્ય રીતે કરજો. કારણ કે જળ છે તો જ જીવન છે એ  કહેવત આપણે ક્રયારેય વિસરવી નહીં. Khabarchhe.com આ અભિયાન ચાલુ કરે છે ગુજરાત અને ગુજરાતની જનતા માટે. આપ આપના અભિપ્રાય અમને આપજો અને જોડાજો અમારા આ અભિયાનમાં. અમે  હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.