
વર્ષ 2012ની ચૂંટણીમાં તો સૌથી વધુ મતદાન થયું હતુ. જેમાં પહેલા તબક્કામાં 70.75 ટકા મતો પડ્યા હતા એટલેકે 1.81 કરોડ મતદારો હતા. જ્યારે બીજા તબક્કામાં 71.85 ટકા મતદાન થયું હતુ. ગત વિધાનસભા બેઠકનું સરેરાશ મતદાન 71.32 ટકા સાથે વિક્રમી મતદાન થયું હતું. આંકડાકિય માહીતીને ધ્યાનમાં લઇ તો જ્યારે વધુ મતદાન થાય છે ત્યારે સત્તામાં ભાજપ જ આવે છે અને જયારે ઓછું મતદાન થાય ત્યારે કોંગ્રેસને ફાયદો થતો હોય છે. ખાસ ચર્ચા કરીએ તો મેટ્રો સિટી કરતા તો વધારે પછાતવિસ્તારોમાં વધુ મતદાન થતુ હોય છે. વિગતવાર વાત કરું તો તાપીમાં 80.43 ટકા, નર્મદા જીલ્લામાંથી 82.21 ટકા, ભરૂચમાંથી 75.11 ટકા અને સાબરકાંઠા વિસ્તારમાંથી 75.56 ટકાનું ભવ્ય મતદાન થયું હતું. જોકે આ તમામ વિસ્તારો આદિવાસી છે.