Khabarchhe.com નો સચોટ રહ્યો exit poll - Ep. 66

જેની કાગડોળે રાહ જોવા હતી ઘડી આવી ગઇ. ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીનું પરિણામ આવી ગયુ. ભાજપને પૂર્ણ બહુ મત મળી ગઇ પરંતુ જો એક નજર આ ઇલેકશનના પરીણામ પર કરીએ તો હાર્દિક ફેકટર આ ઇલેકશનમાં ફેઇલ ગયુ. જે જગ્યાએ પાટીદાર બહુમતી તે બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. એટલે પાસ કન્વીનર હાર્દિક પટેલે પણ ધ્યાન દોરીને કહ્યુ અને ટાંક્યુ કે ઇવીએમ મશીનો હેક કરવામાં આવ્યા છે તેના મુદ્દે વિપક્ષોએ ભેગા થઇને લડવું જોઇએ. બીજી તરફ ભાજપની જો વાત કરું તો ભાજપના પાંચ મંત્રી ઓ હારી ગયા છે, જે પોતાનામાં એક મોટી હાર કહી શકાય. કોઇ હારીને જીતી ગયુ તો કોઇ જીતીને પણ હારી ગયુ છે. પણ અહીં જીત તો જનતાની થઇ છે. Khabarchhe.com પર અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની ગુણિયલ ગુજરાતની જય હો.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.