નિતીન પટેલ ભાજપને ભારે પડી ગયા - Ep. 77
ગુજરાતના રાજકારણમાં જબરદસ્ત ગરમાટો આવ્યો.. એક તરફ શોભાના ગાંઠીયા સમાન ગુજરાતના નાથ વિજયભાઇ રૂપાણી છે કે જેમની પડખે અમિતભાઇ છે. તો બીજી તરફ ગ્રાઉન્ડ પર સખત એક્ટીવ રહેતા નિતીન ભાઇ પટેલ છે. આપને અમે પહેલાં પણ જાણ કરી છે કે ભાજપની અંદર ડખ્ખા ચાલી રહ્યા છે. શપથવિધી બાદ કેબીનેટ ફાળવવામાં વિલંબ પોતે જ ઘણું બધુ કહી જાય છે. નિતીન પટેલ, આમ તો બોલે બહુ ઓછા પરંતુબોલે ત્યારે ભૂલી જાય છે કે શું બોલવું. આ એ જ નિતીન ભાઇ છે કે જેઓએ હાર્દિક પટેલને અસભ્યભાષા વાપરતા ઘણુ બધુ કહ્યુ હતુ. પરંતુ આજે જ્યારે નિતીનભાઇ દ્વિધામા છે ત્યારે આખો પાટીદાર સમાજ પડખે ઊભો રહી ગયો છે. સાંજ સુધીમાં શાણી ભાજપ સરકાર બધુ સમુસુથરુ પાર પાડી દે તેવી શક્યતા પણ છે. આ જ છે રાજનીતી અને આ રાજનીતીની કંઇ પણ શક્ય છે. પણ આપણે હંમેશાં ગુજરાતને મધ્યમાં રાખવું જોઇએ. એટલે જ તો Khabarchhe.com હંમેશાં વાત કરે છે ગુજરાતની અને ગુજરાતના હિતની ગુણિયલ ગુજરાતની જય હો