આખા ગુજરાતની સ્ત્રીઓ માટે એક જ મહિલામંત્રી!! - Ep. 73

ગુજરાતની વસ્તીની વાત કરીએ તો 50 ટકા વસ્તી મહિલાઓની છે તેના આધારે 182 વિધાનસભા બેઠક પર અડધોઅડધ મહિલા ધારાસભ્ય હોવી જોઇએ. જોકે આ આંક તો માત્ર મારા અને તમારા વિચારમાં છે. ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓ મળે તો પણ આ આંક આવતો નથી. પુરૂષ પ્રધાન દેશમાં રાજકારણમાં કેમ સ્ત્રીઓને સ્થાન નથી?  વિભાવરી બહેનને મંત્રી બનાવ્યા તેની સામે કોઇ વાંધો નથી, પણ ભાજપમાં અન્ય મહિલાઓ પણ હતી જેને આ 17 મંત્રીઓમાં સ્થાન મળવું જોઇએ. એવું ન બને કે જ્ઞાતિવાદના સમીકરણ બાદ મહિલાઓ રસ્તા પર પોતાના હક્ક માટે મેદાને આવવું પડે અને આવે તો પણ તેમાં કઇ ખોટું નથી. કેમ કે હવે નારી કોઇ અબળા રહી નથી તે આ પુરુષોએ સમજવું જોઇએ. બાકી અમે તો હંમેશાં વાત કરતા રહીશું ગુજરાતની અને ગુજરાતના હિતની અને આપણા ગુજરાતમાં નારીઓ પણ છે. તેથી તેની વાત તો કરવી રહી. ગુણિયલ ગુજરાતની જય હો.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.