બાપુ હવે તો ખમ્મા કરો કેટલા ઘર બદલશો - Ep. 11

કહેવાય છે કે બિલાડી બચ્ચાંને જન્મ આપે ત્યારે સાત ઘરે ફરીને તે જંપતી હોય છે. પરંતુ બાપુ તો હજુ ખમ્મા કરતા જ નથી. હાલની જો વાત કરીએ તો એક તરફ પાટીદારો અને ઠાકોર સમાજ આમને સામને છે ત્યારે બાપુએ મોકો જોઇને ફરી એક નવી પાર્ટીની રચના કરી એ છે જન વિકલ્પ. પણ સવાલ અહીં એ થાય કે.. જ્ઞાતિઓના વાડાના આ રાજકારણમાં આગેવાનોની વિશ્વશનીયતાની ખરાઇ કરવી જોઇએ જેથી સમાજ ગેર માર્ગે ન દોરાય. જ્ઞાતિઓના વાડામાં કોઇ રાજકીય પક્ષ જો જો લાભ ન લઇ જાય.અને બીજુ જેમણે અંખડભારતની વ્યાખ્યા આપનાર એવા સરદાર વલ્લભભાઇ પટેલના પ્રદેશમાં સમાજમાં જ ભાગલા પડે તે કેવી રીતે ચાલે. જો જો, ગુજરાતની છબી રાજકીય દાવપેચમાં ખરડાઇ ન જાઇ.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.