ભારતના જવાનોને કોટી કોટી વંદન - Ep. 110
છેલ્લા ત્રણ દિવસથી કાશ્મીરમાં પાકિસ્તાનના આંતકીઓ હુમલાઓ કરી રહ્યા છે. છેલ્લા 48 કલામાં તો બે મોટા હુમલાઓ પણ કરવામાં આવ્યા હતા. સોમવારે શ્રીનગરમાં સીઆરપીએફ કેમ્પ પર જે હુમલો થયો તેમાં સૈન્યએ હાથ દરેલા ઓપરેશનમાં આશરે 32 કલાક લાગ્ય હતા. અને તેમાં બે આંતકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ જે હુમલો થયો હતો તેમાં પાંચ જવાનો શહીદ થયા હતા. જ્યારે છ જવાનો ઘાયલ થયા હતા. જેમાં ઘાયલ મેજર અભીજિત હોશમાં આવતા જ પહેલા એવું કહ્યુકે એમને હજી આંતકવાંદીઓને મારવાના છે તેમને લડવા જવું છે. આ જ છે આપણા ભારત માતા માટેની ભક્તિ. કોઇપણ સંજોગો કેમ ન હોય પરંતુ આપણા જવાનો હંમેશાં ખડે પગે રહીને ઓપરેશન પાર પાડતા હોય છે. આવા વીર જવાનોને Khabarchhe.com તરફથી લાખ લાખ સલામ. અને આપ જોતા રહો Khabarchhe.com કે જ્યાં હંમેશાં વાત થાય છે ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.