બોલો, કોર્ટને 21 વર્ષ બાદ કેસ યાદ આવ્યો - Ep. 82
નવાઇ પમાડે તેવી વાત છે. 1996માં બનેલી ઘટનાનો અધ્યાય 2017માં ખુલે છે. ડૉ. પ્રવિણ તોગડીયાએ Khabarchhe.comની સાથે વાત ચીત કરતા ભૂતકાળીની યાદોને તાજા કરી હતી. તેઓએ મને કહ્યુ કે જ્યારે આ ઘટના બની હતી ત્યારે તેઓ પોલિસ પ્રોટેક્શનની સાથે ઘટનાથી દૂર હતા. આ મને હેરાન અને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પણ મને તો અહીં સવાલ એ થાય કે 21 વર્ષનો સમય વિતી જાય છે અને આ કેસનો નિવેડો નથી આવતો. આટલા લાંબા સમયમાં કોઇ પણ પરિસ્થીતી ઊભી થઇ શકે છે. 2001નો ભૂકંપ હોય, ગોધરાકાંડ હોય, બેસ્ટબેકરી કાંડ હોય,આખી સદી પૂરી થઇ જાય છે આ એકવીસ વર્ષમાં પણ નથી પૂરી થતી તો એક ન્યાયકિય પ્રક્રિયા. આ તો એક હાઇપ્રોફાઇલ કેસ હતો એટલે આપણી સામે આવ્યો પરંતુ આવા ઘણા કેસો દેશની અલગ અલગ કોર્ટમાં પેન્ડિંગ છે જેનો અડધી સદી પૂરી થઇ જાય તો પણ નીવેડો નથી આવતો. શું આપણી ન્યાયકિય લડત થોડી સ્પીડમાં ન થવી જોઇએ. મારા આ વિડીયોની કોમેન્ટ મને તમે ફેસબુક થકી આપી શકો છો અને અમારા વોટ્સ અપ નંબર 7874111111 પર પણ આપી શકો છો,કારણ કે હું તો હંમેશાં વાત કરું છું મારા Khabarchhe.comના માઘ્યમથી ગુજરાતની અને ગુજરાતના હીતની. ગુણિયલ ગુજરાતની જય હો.