ડુંગળીએ ફરી રડાવ્યા - Ep. 52

ગરીબોની કસ્તુરી અને જેના વગર જમણની થાળી અધુરી લાગે તે ડુંગળી ફરીથી ભારતીયોને રડાવી રહી છે. ડુંગળીના ભાવો ફરી આસમાને પહોંચ્યા છે.  મેટ્રો સિટીમાં 80રૂ. કિલોએ ડુંગળી નો ભાવ પહોંચી ગયો છે. ત્યારે કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું કહેવું છે કે ડુંગળીના ભાવ વધ્યાં કરે તે થોડા સમયમાં કાબૂમાં આવી જશે. શું આ સાત્વના ગૃહિણીઓના આસું સાફ કરશે? ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ડુંગળીના ભાવ બમણા છે. ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે, જો તેની વાત વિસ્તારથી કરુ તો ડુંગળીનો પાક વર્ષ 2016માં 22.933 ક્વિન્ટલ હતુ જે આ વર્ષે 47 ટકા ઘટીને 12000 ક્વિન્ટલ થઇ ગયા છે. સવાલ ડુંગળીનો હોય કે પેટ્રોલનો વ્યવસ્થા એવી હોવી જોઇએ કે જેનાથી જનતા હેરાન પરેશાન ન થાય. Khabarchhe.com પર અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હીતની ગુણિયલ ગુજરાતની જય હો.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.