ભાજપાનો 150નું ઢોલ ફાટ્યું - Ep. 35

ભારતીય જનતા પાર્ટીનું જાણે કે ધોવાણ થતું જાણાય છે. ભાજપના પ્રચાર પ્રસાર માટે નીકળેલા નેતાઓ પર ઇંડા ફેંકવામાં આવે છે, પાટીદારના યુવાનો દ્વારા જોરદાર બદલો લેવામાં આવે છે. અને કેમ ન લેવાય.. યાદ કરો એ દિવસ કે જ્યારે સુરતમાં પોલિસે બળ પ્રયોગ કર્યો હતો, તેમા મહિલાઓને ઘરમાંથી બહાર કાઢીને મારવામાં આવી હતી. એ કેવી રીતે ભૂલાય કે આ આંદોલનમાં 14 પાટીદાર પૂત્રો ગુમાવ્યા હતા. ભાન ભૂલેલા નેતાઓએ એ સમયે ચૂંટણીના કેન્વાસીંગ વિશે વિચાર્યુ નહોતું. હવે સત્તા લાલચું ઓ પાટીદાર વિસ્તારમાં જાય તો જૂતાં પડે તે સ્વાભાવિક છે. આ જોતા તો એવું લાગે છે કે ભાજપને ધારેલી સીટો નહીં મળે. માત્ર રેશ્મા અને વરુણ જેવા પાટીદારોને ખરીદવાથી પાટીદારોની વોંટબેંક ઊભી કરવાની આપની આ નીતી ફ્લોપ થઇ ગઇ છે. હવે પાટીદારોની આ પેઢી માત્ર હળ ચલાવવામાં નથી માનતી પરંતુ ભણેલી ગણેલી આ પેઢી આપને ઘર ભેગી કરી દે તેવી છે. ભાજપે પાટીદારો પર દમન કરીને પગ પર કુહાડી મારી છે. પણ આપણે ખોટી સરકાર લાવીને આપણે આપણા પગ પર કુહાડી ન મારવી જોઇએ. આ એક નિષ્પક્ષ વિષય છે જે ચિતાર સમાજમાં દેખાઇ રહ્યો છે તેની વાંચા આપવામાં આવી રહી છે. કોઇ પક્શ કે વિપક્ષ ના  મુદ્દો નથી. આ એક સમાજનો વિષય છે. તેથી સાચી સરકાર બનાવવા માટે મતદાન કરજો અને કરાવજો. ખબર છે ડોટ કોમ પર અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો. નમસ્કાર.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.