આપણે ગુલામીમાંથી બહાર આવવું જોઇએ - Ep. 80
ભીમા કોરેગાંવ ની 200મી વર્ષગાંઠ હતી. આ વર્ષગાંઠમાં ન બનવા જેવું બની ગયું. બસો વર્ષ પહેલાં લડાયેલી લડાઇની પ્રતિકૃતિ આજે છતી થઇ છે. શું કામ.. શું આપણે હજુ પણ ગુલામીમાં જીવીએ છીએ.. અંગ્રેજોની ગુલામી નહી.. ગુલામી જ્ઞાતિ-જાતિવાદની ગુલામી. વર્ષો પહેલા દેશ આઝાદ થયો છે પરંતુ આપણી માનસિકતા આઝાદ નથી થઇ. એવું લાગી રહ્યુ છે કે આજના યુવાનોને કામ ધંધો કરવા કરતા તો આ રીતે શક્તિપ્રદર્શન કરવું વધારે પસંદ છે. ગુજરાતે ગાંધી આપ્યા છે તો ગાંધી ચીંધ્યા માર્ગે ચાલીને પોતાની વાત રજૂ કરવી જોઇએ હિંસા શું કામ? આવું તો ન જ થવું જોઇએ, Khabarchhe.com અહીં આપને વિનંતી કરી રહ્યુ છે કે શાંતિ રાખો અને ઉશ્કેરીણી માં ન આવો. વાત ગુજરાતની થાય છે એટલે વારંવાર કહું છું કે ગુજરાતનું અહિં અહિત થઇ રહ્યુ છે, જે ન થવું જોઇએ. ગુજરાત ગુણિયલ છે અને રહેશે. ગુણિયલ ગુજરાતની જય હો