વિપક્ષ નેતાની કમાન કોના હાથમાં? - Ep. 70
સત્તા પક્ષની સાથે મજબૂત વિપક્ષની પણ રાહ જોવાઇ રહી છે ગુજરાતમાં. મુખ્યમંત્રીની સાથે વિરોધ પક્ષના નેતાની કમાન કોને સોંપવી તેની પણ ચર્ચા થઇ રહી છે. કાર્યકર્તાઓની ફરિયાદના કારણે કોંગ્રેસ હાઇ કમાન્ડે ભરતસિંહ સોલંકીને તાત્કાલિક પ્રદેશ પ્રમુખ ના પદથી બદલવા માંગતા હતા પરંતુ સમય ન મળ્યો હવે કોંગ્રેસ પાર્ટી બદલવાની રાહ જોઇ રહ્યુ છે. જો કે પ્રદેશ પ્રમુખ તરીકે દિગ્ગજ નેતા અર્જુન મોઢવડીયાની અગ્રેસરતા આવી રહી છે. જો કે કોંગ્રેસ તો તેમને ઉચ્ચ જવાબદારી સોંપવાના હતા પરંતુ અજુર્ન મોઢવડિયાને તેમની હાર નડી ગઇ. કોઇ પણ પાર્ટી જે કોઇ પણ નિર્ણય કેમ ન લે અમે Khabarchhe.com ના માધ્યમથી હંમેશાં અગ્રેસર રહીને અને ગુજરાતના હિતની વાત સાથે આપને સમાચાર આપીએ છીએ અને આપતા રહીશું. એક માત્ર ગુજરાતનું ન્યુઝ પોર્ટલ છે કે જ્યાં હંમેશાં નિષ્પક્ષ વાત થાય છે. આ સાથે જ ગુણિયલ ગુજરાતની જય હો.