
બજેટ પછી ભાજપમાં વિખવાદ શરૂ થઇ ગયો છે. એનડીએ સરકારમાં વિરોધના સૂર રેલાઇ રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ તેના પડઘમો પડી રહ્યા હોય તેવું લાગી રહ્યુ છે.હાલ ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણીની પૂર જોશમાં તૈયારી ચાલી રહી છે ત્યારે ભાજપમાં ભડકો થયો. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ગામડાંઓમાં કારમી હાર સહન કરવી પડી હતી. ત્યારે તે હાર માટે જ જવાબદારોને હાલ ટીકીટ આપવાના આરોપ ભાજપ પર લાગી રહ્યા છે અને તેના કારણે ભાજપમાં ભાગલા પડી રહ્યા છે. 75 નગરપાકિલકાની ચૂંટણી હાલ ભાજપને રાતાપાણીએ રડાવી રહી છે. પણ એક યક્ષ પ્રશ્ન એ છે કે શું આ રીતે ભડકા થયા બાદ ભાજપ આ ચૂંટણી જીતી શકશે. વેલ, એ તો આવનારા દિવસો જ બતાવશે. ત્યારે પળેપળની માહિતી અને સચોટ સમાચાર માટે આપ જોતા રહો Khabarchhe.com કે જ્યાં હંમેશાં વાત થાય છે ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.