હાર્દિક કેમ અંડરગ્રાઉન્ડ થઇ ગયો? - Ep. 44
રાજકારણમાં મોડી રાત સુધી બળવો પોકારાય છે. રાતોરાત યાદીમાં પહેલી વાર ઐતિહાસિક રીતે ફેરફાર કરવામાં આવે છે. હાર્દિક અને તેના અંગત ગણાતા લોકોની માંગ અનામતની છે કે પછી ચૂંટણી લડવાની. નાના મોટા મુદ્દામાં મિડીયા સમક્ષ જઇને પોતાનો અભિપ્રાય આપતો હાર્દિક કેમ છુપાઇ રહ્યો છે. આગેવાની કરનાર નેતાઓ સમાજને ગેરમાર્ગે દોરી ગયા તેવુ સ્પષ્ટ જણાય રહ્યુ છે. સમયસૂચતા અને સાચા જ્ઞાનની સાથે ઉમેદવારની ખરાઇ કર્યા બાદ જ મતદાન કરજો અને કરાવજો. કોઇની ધાકધમકીમાં આવ્યા વગર કે લોભ લાલચમાં આવ્યા વગર આપણા રાજ્યને સુરાજ્ય બનાવીએ. ખબર છે ડોટ કોમ પર અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતની હીતની ગુણિયલ ગુજરાતની જય હો નમસ્કાર