69માં ગણતંત્ર દિનની હાર્દિક શુભકામનાઓ - Ep. 97

આજે 69માં ગણતંત્ર દિવસ છે. ત્યારે આ ગણતંત્ર દિવસની આપ સૌ કોઇને હાર્દિક શુભકામનાઓ. જો આપણા માનુનીઓએ આપણા માટે લડત ના લડી હોત તો કદાચ આપણે અહીં પહોંચ્યા ન હોત. ગણતંત્ર દિવસ એક ગર્વ નો પર્વ છે પરંતુ આ શું માત્ર એક જ દિવસ રહેવો જોઇએ. માત્ર એક દિવસને આપણે ગણતંત્ર દિન કે સ્વતંત્રતા દિન તરીકે શું કામ બનાવીએ શા માટે આપણે રોજ રાષ્ટ્રિય ગીત નથી ગાતા. આપણે જેમ પ્રાર્થના કરીએ છીએ તેમ આપણે રાષ્ટ્રિય ગીત અનેગાન પણ આપણે ગાવા જોઇએ. જેથી કરીને રાષ્ટ્રપ્રેમની ભાવના આપણામાં જાગૃત રહે. Khabarchhe.com ના માધ્યમથી અત્યારે એક સંદેશો એ પ્રસાર કરવા માંગીએ છીએ કે માત્ર એક જ દિવસ માટે નહીં પરંતુ દરરોજ સમગ્ર વર્ષ દરમ્યાન આપણે આપણા દેશપ્રેમની ભાવના યથાવત રાખીશું. જયહિંદ જય ભારત.

 

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.