ગંદી રાજનીતિમાં ભરમાઇ ગયા યુવાનો - Ep. 41
હાર્દિક પટેલની સફર પણ એવી જ છે. વર્ષ 2015 જીએમડીસી ગ્રાઉન્ડ શરૂ થઇ અને સીડીકાંડમાં પૂરી થતી જણાય છે. પાસ એટલે કે પાટીદાર અનામત આંદોલન જે હેતુથી શરૂ કરવામાં આવ્યુ હતું તે હેતુ તો હાંસિયામાં ધકેલાઇ ગયો છે. આખે આખો મુદ્દો માત્ર ભાજપને ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી પાડી દેવા માટે શરૂ કરી દેવામાં આવ્યો છે. અનેક માતાપિતાના દિકરાઓ છે કે જે હાર્દિકના ઇશારે ચાલ્યા અને તેઓનો સાથ હાર્દિકે છોડ્યો અને નવી પેઢી રાહ ભૂલી ગઇ. આવું ન થાય તમારા દિકરા દિકરી અને આવનાર પેઢીની સાથે તેથી સમજી વિચારીને મતદાન કરજો અને કરાવજો. khabarchhe.com પર અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.