રાજકીય રંગથી રંગાઇ ગયું ગુજરાત -Ep. 28

હાલ તમે કોઇપણ સોશિયલ મિડીયા વેબસાઇટ ખોલો એટલે દસમાંથી સાત સ્ટેટસ પોલિટીકલ બેઝડ જ હોય છે. સ્વભાવિક છે કે ચૂંટણી નજીક છે એટલે રાજકીય રંગથી ગુજરાત રંગાઇ ગયુ છે. ત્યારે બીજી બાજુ રાજકારણ ભગવા રંગથી રંગાઇ ગયુ છે. નરેન્દ્ર મોદીએ અક્ષરધારની 25મી વર્ષગાંઠ પર અક્ષરધામની મુલાકાત લીધી અને પ્રમુખ સ્વામી મહારાજ સાથે ના તેમના સંવાદોને યાદ કરતા તેમણે 60 ટકા પાટીદાર મતદારોના મન જીતી લીધા. બીજી તરફ રાહુલ ગાંધી પણ હવે મંદિરોની મુલાકાત લેતા થઇ ગયા છે, રાજકારણમાં હવે ભગવો લહેરાઇ ગયો હોય તેમ લાગી રહ્યુ છે. સોશિયલ મિડિયાના માધ્યમથી સંતો મહંતો પોતાના અનુયાયીઓને રીઝવી રહ્યા છે પણ જયારે આ સંતો મહંતો કોઇ પણ પક્શ માટે બોલે છે તો તેના વિશે અભદ્ર ટીપ્પણી કરવામાં આવે છે. ત્યારે સવાલ એ થાય કે રાજકીય મુદ્દામાં કોઇપણ ધર્મના વડા હોય તેમને ક્ષોભ જનક સ્થિતીમાં ન મુકવા જોઇએ અને ભદ્ર સમાજની મર્યાદા જળવાવી જોઇએ..આપણે પણ આપણી મર્યાદામાં રહીને ફરજ નીભાવવી જ રહી..મતદાન કરજો અને કરાવજો.. ખબર છે ડોટ કોમ પર અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.. નમસ્કાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.