પ્રગતિ આવે અને ગુજરાતને બચાવે - Ep. 04
07 Oct, 2017
03:51 PM
અનામત બધા માટે માંગો છો તો નારી માટે કેમ નહીં? બસની સીટ પર બહેનો માટે રીઝર્વેશન હોય છે તો વિધાનસભાની સીટ માટે રીઝર્વેશન કેમ નહીં? ત્યારે સત્તાની ભાગીદારીમાં ક્યાં ગયુ મહિલા સશક્તિકરણ? આમને આમ ક્યાં સુધી નારીના અવાજને દબાવી દેવામાં આવશે? ચૌદ વર્ષની ચારણ કન્યા જ્યારે સિંહ સાથે બાથ ભીડતી હોય તેવા પ્રદેશમાં નારી શક્તિને કેમ સમજવામાં નથી આવતી? નારીને રીઝર્વેશન નહીં આપશો તો વિકાસ બેબાકળો બની જશે, ઘર-બાર વગરનો થઈ જશે...એટલે જ કહું છું કે પ્રગતિ આવે અને ગુજરાતને બચાવે...