ભાજપાનો જાણે કે રાહુ કાળ ચાલી રહ્યો છે - Ep. 30

પહેલા જય શાહની કંપનીને મળતી સફળતા ની વાત.. રેશ્મા પટેલ અને વરુણ પટેલને ખરીદવાનો વિવાદ.આનંદીબહેનનો ચૂંટણી લડવાનો ઇન્કાર અને હવે જીતુભાઇ વાઘાણી પણ ચૂંટણી નહીં લડે. કારડીયા રજપૂત સમાજનો વિવાદ ભાજપને નડી રહ્યો છે તેથી ભાજપના ઉપાધ્યક્ષએ જાતે સામે આવીને ખુલાસાઓ આપવા પડ્યા છે. ત્યારે બીજી બાજુ ભાજપની ઓછી થતી લોકપ્રયિતાના કારણે સ્થાનિક નેતાઓ પણ પોતાની મર્યાદા તોડી રહ્યા છે. સુરતની એક મહિલાને જાહેરમાં માર મારવાની વાતને હાલ દબાવી દેવામાં આવી છે. તેના પર કામગીરી ન કરવાનું ફરમાન જાહેર કરી દેવામાં આવ્યુ છે ત્યારે સવાલ એ થાય કે જો આ રીતે નેતાઓના ભેસમાં ગુનેગારો ગુના કરતા રહે અને સામાન્ય જનતા સહન કરતી રહે તે કેટલું યોગ્ય છે.. લોકશાહીમાં લોકોનું હિત કરવાનું નેતાઓ ચૂકી ગયા છે. પણ આપણે ન મતદાન કરવાનું નહીં ચૂકીએ કે ચૂકવા દઇએ..khabarchhe.com પર અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હીત.ગુણિયલ ગુજરાતની જય હો.. નમસ્કાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.