શું અભિવ્યક્તિની આઝાદી ભારતમાં ખરેખર છે? - Ep. 91

શું અભિવ્યક્તિની આઝાદી ભારતમાં ખરેખર છે? આ સવાલ એટલા માટે થઇ રહ્યો છે કે એક ફિલ્મ કે જે સિનેમા ઘરોમાં જાય તે પહેલા સમાચારોમાં આવતી રહી છે. જીહાં, હું વાત કરું છું પદ્માવત ફિલ્મની કે જેનું જાતિ પરિવર્તન કરવામાં આવ્યુ તેમ છતાં તેને કોઇ ગણતું નથી. સુપ્રિમ કોર્ટે તો ફિલ્મને રજૂ કરવા બાબતે મંજૂરી આપી દીધી છે પરંતુ કરણી સેના હજુ પણ તેનો વિરોધ કરતી રહે છે. ત્યારે આ મુદ્દે ફરી જોરશોરથી રાજકારણ ગરમાયું છે. એવું ન બને કે આવનારા દિવસોમાં  ઇતિહાસને પડદા પર પ્રસ્તૃત કરતા આપણા ડિરેકટરો આવી રાજનિતીના કારણે ફિલ્મો બનાવવાનું બંધ કરી છે. વેલ, પણ આ બધાની વચ્ચે આપ Khabarchhe.com જોતા રહેજો કે જ્યાં હંમેશાં વાત થાય છે ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.