સંકલ્પ કરીએ, મતદાન કરીએ અને કરાવીએ - Ep. 21

રાજ્યમાં આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. જાહેરાતોના પૈંડાઓ હવે થંભી ગયા છે. પણ આપણે થંભવાની જરૂર નથી. આપણે થાકવાની જરૂર નથી. આપણે જરૂર છે તો જાગૃત રહેવાની. સરકાર મજબૂત બને સારી બને આપણી વાતને સાંભળે તેવી બને તે માટે જરૂરી છે આપનો કિંમતી મત. લોકશાહીના મહાયજ્ઞમાં આપના થોડા સમયની આહુતી આપીને નવ ડિસેમ્બર અને 14મી ડિસેમ્બરના રોજ મતદાન ચોકક્સથી કરજો. આપ મતદાન કરવા જાવ ત્યારે સીનીયર સિટીઝન છે તેઓને આપની સાથે આપના વ્હિકલમાં બેસાડીને મતદાન કરવા લઇ જજો. કારણ કે આપણી કરતા તેઓએ દિવાળી વધારે જોઇએ છે. રાજકીય ઉથલપાથલમાં તેઓનો મત પણ ઘણો મહત્વનો છે. પક્શને નહીં પરંતુ યોગ્યતા અને લાયકાત ધરાવતા ઉમેદવારને વોટ આપજો. જે વેંચાય નહીં કે ખરીદાય નહીં.ખબર છે ડોટ કોમ પર હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.