નરેશ પટેલ ગુજરાતના નરેશ બનશે?- Ep. 37
એક સવાલ કે શું નરેશ પટેલ ગુજરાતના નરેશ બનશે. પક્ષ હોય કે વિપક્ષ બંને નરેશ પટેલને વારંવાર વિનંતી કરી રહ્યા છે. પરંતુ નરેશ પટેલે પોતાને રાજકીય રંગથી દૂર રાખ્યા છે. નરેશ પટેલનો નિર્ણય પાટીદારોની હાલની અસમજંસ સ્થિતિમાં દિવાદાંડી રૂપ રહેશે. અલ્પેશ ઠાકોર, જીગ્નેશ મેવાણી અને હાર્દીક પટેલ જે તે સમાજનું નેતૃત્વ કરતાં સમાજના હિત વિશે સ્પષ્ટતા કર્યા, વિના જ રાજકીય પક્ષો સાથે પ્રત્યક્ષો કે પરોક્ષ રીતે જોડાઇ ગયા છે. આ સ્થિતિમાં નરેશ પટેલ એક સ્વીકૃત નિર્ણય લેત તો તેઓ આવનારા સમયમાં પાટીદારો અને ગુજરાતના સાચા નરેશ સાબિત થશે. khabarchhe.com પર અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો..