સ્ટારપ્રચારકોના ગુજરાતમાં ધામા - Ep. 48
રાજકીય માહોલમાં હવે સેલેબ્રિટી પ્રચાર પૂર જોશમાં શરૂ થઇ ગયો. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માંથી સ્ટાર પ્રચારકો આવી રહ્યા છે. સ્ટાર પ્રચારકની વાત કરીએ તો જ્યારે જ્યારે જે તે રાજ્યોની વિધાનસભાની ચૂંટણી હોય છે ત્યારે સ્ટારપ્રચારકો પહોંચી જતા હોય છે, પણ આ ચૂંટણી છે તેમાં આવતા આ સ્ટારપ્રચારકો શું ચૂંટણી જીતાડવામાં મદદરૂપ થશે. કેમ કે ગુજરાતની ગુણિયલ જનતા કામોને જોઇને મતદાન કરશે નહીં વાયદાઓના વહેંણને જોઇએને. ગૌરવવંતિ ગુજરાતી પ્રજાને નિવેદન કે આપ કોઇના દોરાવ્યામાં દોરાઇ ન જઇને સમજી વિચારીને મતદાન કરજો અને કરાવજો. Khabarchhe.com પર અમે વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હીતની. ગુણિયલ ગુજરાતની જય હો.