આ છે અમિતશાહની તાનાશાહી - Ep. 33

ગુજરાતની ભારતીય જનતા પાર્ટીમાં હવે જાણે મોદી સામ્રાજયનું કોઇ અસ્તિત્વ નથી રહ્યુ.. કેન્દ્રમાં રહીને વડાપ્રધાન નરેન્દ્રમોદી ગુજરાતની પરીસ્થિતી સુધારે છે ત્યારે રાજ્યમાં અમુક લોકો પરિસ્થીતીને બગાડે છે. કોંગ્રેસના રાહુલગાંધી લોકોના ઘર સુધી પહોંચી ગયા..હિરાના કારખાના સુધી પહોંચી ગયા. અમિતભાઇ શાહને પોતાનો ઘમંડ છે કે પછી ડર.. તેથી જ તેઓ પોતાના પેજ પ્રમુખની વચ્ચે જઇને સિંહની જેમ ત્રાડે છે પણ માહોદય અમિતભાઇ શાહ આપને એક સવાલ છે આપ કેમ ક્યારેય પણ પાટીદારોના ઘર સુધી નથી જતા? એવું ન બને કે આપનો એટીટ્યુડ આપને તો ઠીક છે પણ પાર્ટીને મોટો ફટકો પાડી શકે. આવા ડરપોક અને તાનાશાહી નેતાઓ શું રાજ્યને સુરાજ બનાવી શકશે..જવાબ તમે આપજો મતદાન કરીને અને કરાવીને.. ખબર છે ડોટ કોમ પર અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની..ગુણિયલ ગુજરાતની જય હો.. નમસ્કાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.