ચૂંટણીના પ્રથમ તબક્કામાં અમે કર્યુ મતદાન, શું તમે કર્યુ?- Ep. 59

We did voting, have you done- Ep. 59

આવી ગયો આપણો તહેવાર, લોકશાહીનો સૌથી મોટો તહેવાર એટલે ઇલેકશન. આ ચૂંટણીમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કો શરૂ થઇ ગયો છે. જનતામાં એટલો બધો ઉત્સાહ હતો કે મથકમાં મતદાન શરૂ થાય તે પહેલા જ મતદારો લાઇન લગાવીને ઉભા હતા. કોઇ જગ્યાએ માજી મતદાન કરવા જાય છે તો ક્યાંક નેતાઓના અલગ અલગ રૂપો જોવા મળે છે. આ ઉમંગ છે, ઉત્સાહ છે. સંકલ્પ કરીએ આજે અને 14મી તારીખે  મતદાન કરીએ અને કરાવીએ. અમે મતદાન કર્યુ છે તમે પણ કરજો અમારા કેમેરામેને પણ મતદાન કર્યુ છે સ્ટાફમાં તમામ લોકો મતદાન કરીને કામે લાગી ગયા. તો પછી આપ કેમ બાકી રહી જાવો છો. ચાલો મતદાન કરીએ અને મજબૂત સરકાર બનાવીએ. Khabarchhe.com પર હંમેશાં વાત થાયછે ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.

 

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.