ભાજપને ભારે પડી રહી છે પોસ્ટર વૉર -Ep. 27

શાબ્દિક વોર, ફેસબુક વોર અને હવે રાજકારણમાં જોરશોરથી ચાલી રહી છે પોસ્ટરવોર.. આચારસંહિતા લાગુ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરની પાસે લગાવવામાં આવેલ ભાજપના પોસ્ટરો ફાડવામાં આવ્યા હતા. ભાવનગરમાં એક જ ઘટના ક્રમ રહ્યો અને જીતુવાઘાણીના ઘર પાસે લાગેલા પોસ્ટરો ફડાયા..પોસ્ટર વોરમાં ભાજપને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યુ હોય તેમ આજે ગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના મતવિસ્તામાં અલગ અલગ વિષયો ને લઇને પાટીદારોએ રોષ ઠાલવતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. શું આ પોસ્ટરવોર કોંગ્રેસ પ્રેરીત છે કે પછી પાટીદારો પ્રેરીત? હજુ તો એક મહિનાથી વધારે સમય છે. પોસ્ટર વોર પછી પત્રિકા વોર પણ આવશે. રાજકારણ છે ઘણું બધુ સામે આવશે, પણ આપણે ચેતતા રહીશું તો, સવાલો ઘણા થાય અને થશે જવાબ આપણે આપવાનો છે મતદાન કરીને અને કરાવીને. khabarchhe.com પર વાત કરતા રહીશું ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.