ભાજપનો વિકાસ અને કોંગ્રેસનો સોફ્ટ હિન્દુત્વ- Ep. 36

ભારતીય જનતા પાર્ટી, વિકાસના માર્ગે ચોક્કસ વિકાસ કરે છે પણ ક્યાંક કાચું કપાય છે. તેવું લાગી રહ્યુ છે. ભાજપાની પરિસ્થીતી હાલ એવી છે કે બનાવવા ગયા શીરો અને બની ગઇ થુલી. વિકાસ તો ક્યાંક કર્યો છે પણ પાટીદાર સમાજ અને અન્ય સમાજના રોષના કારણે સારા કરેલાં કર્મો ઢંકાઇ ગયા છે. જે રીતે સભામાં ભીડ જોવા મળે છે તે રીતે દેખીતુ છે કે સોફ્ટ હિન્દુત્વનું સમીકરણ કયા રાજકીય પક્શ લાભદાયી રહેશે કે ધર્મના આધારે વોટબેંકનો ફાયદો કોને મળશે તે જોવું રહ્યુ. પણ, લાગણીમાં આપણે ભોળવાઇ જવું ન જોઇએ, દોરવાઇ જવું ના જોઇએ તેથી કોઇ પક્શને વોટ ન આપવા કરતા આપના સ્થાનિક ઉમેદવારને જોઇને મતદાન કરજો અને કરાવજો.  ખબર છે ડોટ કોમ પર અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.