સસ્તી રાજનીતિમાં મોંઘુ શિક્ષણ - Ep. 86

રાજનિતીના દાવ પેચ પણ ખરા હોય છે. હવે સમગ્ર રાજ્યમાં બાળકોની આડમાં રાજનીતિ રમાઇ રહી છે. ભલે પક્ષ હોય કે વિપક્ષ પરંતુ બંને વિદ્યાર્થીઓના ફીના મુદ્દાને લઇને રાજકારણને ગરમાવી દીધું છે. એક તરફ સરકારે ફી ઓછી થઇના મોટા મોટા હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ પ્રાઇવેટ સ્કુલોના સંચાલકો અને ટ્રસ્ટીઓ આ નિયમની વિરુધ્ધમાં છે. આ બધાની આંટીઘૂટીમાં પીસાઇ રહ્યુ છે બાળકોનું ભણતર. ત્યારે તેના માટે જવાબદાર કોણ હશે.ત્યારે જોવું એ રહ્યુ કે આ ગુજરાતમાં રાજનિતીના આ ગણિતમાં શિક્ષણની ટકાવારી ઘટે છે કે વધે. આપ અમારી સાથે જોડાયેલા રહેજો કારણ કે જયાં ગુજરાતની અને ગુજરાતના હિતની વાત થતી હોય છે ત્યારે ખબર છે ડોટ કોમ હંમેશાં અવલ્લ હોય છે. ગુણિયલ ગુજરાતની જય હો.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.