નાના ફાયદામાં ગુજ.ને મોટું નુકશાન - Ep. 15

વંશવાદ, વિકાસવાદ, જાતીવાદ, વાદ વિવાદ. ચૂંટણીમાં નામાંકિત નેતાઓએ ગુજરાત વગોવાઇ ગયુ છે. હાલ, તહેવારોના રાજા દિવાળીમાં ગુજરાતને દુલ્હનની જેમ શણગારવામાં આવતું હોય છે. પણ આ કોની નજર લાગી ગઇ. હજુ પણ સમય છે જાગો, નહિંતર આ નેતાઓ આપણા વિચારો ઉપર રાજ કરી લેશે. ગાંધીના આ ગુજરાતમાં ક્યાં ગયા એ વિચાર કે જ્યાં ભારતને આગળ વધારવાની વાત હતી નહીં કે કોઇ વ્યક્તિને. પોતાની વિચાર શક્તિને ખીલવો અને ટોળાં શાહીમાંથી બહાર આવો. તમે ભણેલી ગણેલી ગુણીયલ ગુજરાતી પ્રજા છો. ગહન વિચાર કરીને આગળ વધજો. એવું ન થાય કે હાલ નાના ફાયદામાં ગુજરાતને ખૂબ મોટું નુકશાન થઇ જાય. હું હંમેશાં વાત કરીશ ગુજરાતની અને ગુજરાતીઓના હિતની. ગુણીયલ ગુજરાતીઓની જય હો. નમસ્કાર.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.