દુકાળમાં અધિકમાસ - Ep. 114

ગુજરાત કે જ્યાં ઉનાળામાં અંદાજે 15 લાખ હેક્ટરથી પણ વધુ જમીન પર ખેતી થાય છે. પરંતુ અહીં તો પીવાના પાણી માટે પણ હવે હવાતીયા મારવાના ચાલુ થઇ ગયા છે ત્યાં હવે ખેતી માટે પાણી તો બહુ દૂરની વાત છે અને વળી, આ વર્ષે તો આ કહેવત પણ લાગુ થશે કે દુકાળમાં વળી અધીકમાસ, કારણ કે આ વર્ષે ખરેખર ઉનાળાની કાળઝાળ ગરમીમાં અધીકમાસ આવશે. તેથી ખેડૂતો જે આખું વર્ષ પોતાના પાક માટે તૈયારી કરતા હશે તેમને માટે રડવાના દિવસો આવશે. પાણીની અછત થતા ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યમાં અર્ધબેકારી સર્જાશે. રોજગારી માટે લોકોને હિજરત કરવાની નોબત આવશે. સાથે ખેડૂતોની રહી સહી આવકનુ સાધન હતુ તે પણ લથડી જશે. ઉપરાંત ખેતી આધારીત મોટાભાગના લોકો ના જીવન પર આ પાણીની તંગીની સીધી અસર વર્તાશે. ત્યારે Khabarchhe.com આપને અપીલ કરે છે કે આપ પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરજો. પાણી છે તો જ જીવન છે. આપ જોતા રહો Khabarchhe.com કે જ્યાં અમે હંમેશાં વાત કરીએ છીએ. ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.