ભાજપનું મુસ્લિમો માટે સોફ્ટ કોર્નર - Ep. 31

ભાજપ દ્વારા મુસ્લિમો માટે સોફ્ટ કોર્નર રાખવામાં આવી રહ્યું હોવાના સંકેત મળી રહ્યા છે. એવું મનાય છે કે ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગ્રામીણ વિસ્તારોમાં મુસ્લિમ ઉમેદવારને ટીકીટ આપી શકે એમ છે. ભરૂચ, વડગામ અને પાલનપુર જેવા વિસ્તારોમાં ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વાર મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ આપવા જઈ રહ્યો છે.

મુસ્લિમ સમાજનો અવાજ બનવા Khabarchhe.comએ સતત પ્રયાસ કર્યો છે અને ભાજપે પણ મુસ્લિમોને ટીકીટ આપવી જોઈએ તેવી માંગને વાચા આપી છે. ભાજપ દ્વ્રારા મુસ્લિમો તરફ સોફ્ટ કોર્નર રાખવામાં આવી રહ્યું છે તે સારી વાત છે પરંતુ તે ત્યારે લેખે લાગશે કે જ્યારે ભાજપ ખરેખર મુસ્લિમ ઉમેદવારને ટીકીટ આપશે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.