આંદોલનોનું થઇ રહ્યુ છે સૂરસૂરીયુ - Ep. 14

આંદોલન કે જે સૂતળી બોમ્બની જેમ ફૂટવાનું હતું તેનું ચૂંટણી ટાણે જ સૂરસૂરીયું થઇ ગયુ. જે હેતુ થી વિવિધ આંદોલન ચાલુ કરવામાં આવ્યા હતા.તે ઉદ્દેશ વિલોપ થઇ ગયો.રાજકિય વિશ્લેષકોના મત અનુસાર આ ઇલેકશનમાં બધા જ રાતા પાણીએ રડવાના છે. વિવિધ સમાજોની માંગ ત્યાંની ત્યાં રહેશે અને પાર્ટીઓ પોતાનું કામ કરીને ચૂપ થઇ જશે. શું ગૌરવ યાત્રાનું ગૌરવ ભાજપ લઇ શકશે...શું નવસર્જન યાત્રા કોંગ્રેસને નવસર્જન કરવાનો મોકો આપશે.... શું સંકલ્પ યાત્રા હાર્દિક પટેલના સંકલ્પ પૂરા કરાવશે...ત્યારે સવાલ એ થાય કે કેમ ચૂપ છે વિવિધ સમાજના મોંભીઓ કેમ ચૂપ છે. જાગો, ખીસ્સા એમના ભરાયા છે ઘર તમારા ખાલી થઇ રહ્યા છે. આ પ્રશ્ન કોઇ એક સમાજનો નહીં પરંતુ સમગ્ર ગુજરાતનો છે.તેથી ખબર છે ડોટ કોમ પર હું વાત કરું છું ગુજરાતની અને ગુજરાતના હીતની. જાગતા રહેજો. ગુણીયલ ગુજરાતની જય હો..

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.