26th January selfie contest

આંદોલનકારીઓનું અલ્ટીમેટમ - Ep. 42

કોંગ્રેસ અને પાસ વચ્ચે ભૂંકપ સર્જાયો. આંદોલનકારીઓએ અલ્ટીમેટમ આપ્યુ. ગઇકાલે દિનેશ બાંભણીયા પાસના કન્વીનર કોંગ્રેસના નેતાઓની સાથે બેઠક કરવા ગયા હતા. ત્યાં તેઓને ભાવ પણ પૂછવામાં ન આવ્યો અને પાટીદાર અનામત આંદોલનનું કોંગ્રેસ પક્ષની સામે પડીકું વળી ગયું. આ અલ્ટીમેટમ તો તેઓના માટે જ છે કે જેઓની આગેવાની હેઠળ આંદોલનને વેગ મળ્યો હતો. હવે તે સમાજનું શું થશે.. હવે એ વિદ્યાર્થીઓનું શું થશે.. રાજનીતિના બંને મોટા પક્ષોમાં પાટીદાર સમાજ હાસ્યાસ્પદ બની ગયો છે. પાટીદારની એકતાનો મોભો છીનવાઇ ગયો છે. આવું કોઇ સમાજ સાથે બીજીવાર ન થાય તે માટે સમજી વિચારીને મતદાન કરજો અને મતદાન કરાવજો. ખબર છે ડોટ કોમ પર અમે હંમેશાં વાત કરીએ છીએ, ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.