સરદાર પટેલના નારા રોષથી નહીં ગર્વથી કરો- Ep. 25

31મી ઓકટોબર આ તારીખ ઇતિહાસના પન્નામાં સુવર્ણ અક્ષરોથી અંકિત કરી દેવામાં આવી છે. ગુજરાતના સુપૂત્ર, લોખંડી પુરુષ, સશક્ત ભારતની છબી અને અખંડ ભારતના પ્રણેતા એટલે સરદાર વલ્લભભાઇ પટેલ. એમના માટે જેટલી ઉપમા આપીએ તેટલી ઓછી છે. એ સમયે કે જ્યારે ભારત પછાત હતુ, ભારત પાસે પ્રચાર પ્રસારના કોઇ ઇલેક્ટ્રોનીક ઉપરકરણો નહોતા એ સમયે આ વીર પુરુષે ભારતને અખંડ કર્યુ હતુ અને આજે.. આજે જ્યારે લોકોની પાસે સંદેશા વ્યવહાર માટે જ્યારે આટઆટલા સાધનો છે ત્યારે સમાજને જોડવાની જગ્યાએ ભાગલા પડી રહ્યા છે... જય સરદારના નાર જોડવા માટે હોવા જોઇએ નહીં કે વિભાજન કરવા માટે.. સરદાર વલ્લભભાઇ પટેલની જેમ મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે આવો સંકલ્પ કરીએ મતદાન કરીએ અને કરાવીએ... khabarchhe.com પર અમે હંમેશાં વાત કરું છું ગુજરાતની અને ગુજરાતના હીતની..ગુણિયલ ગુજરાતની જય હો

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.