આને કહેવાય આગ લાગે ત્યારે કૂવો ખોદે - Ep. 105

ઉનાળાની ગરમી કેટલી સખત પડશે તેના એંધાણ આવવા લાગ્યા છે. દરેક શહેરોમાં તાપમાન ઊંચુ જવા લાગ્યુ છે. આઠ ડિગ્રી ધરાવતા પ્રદેશમાં મહત્તમ તાપમાન 30 ડીગ્રીએ પહોંચ્યુ છે અને નદીઓ સુકાતી જઇ રહી છે. ગ્લોબલ વોર્મિંગની આડઅસરથી ગરમીનું પ્રમાણ તો વધવાનું જ છે પરંતુ નદીઓનું શું..આપણને પાણી નહીં મળે તેનું શું.. પાણીની અછત કહો તંગી કહો કે પછી તમે અગવડતા કે સરકાકની બેજવાબદારી કહો. પાણી માટે ગુજરાત અને ગુજરાતીઓ તો વલખાં મારશે. ત્યારે આગ લાગે ત્યારે કુવો ખોદે તેવી સ્થિતીએ ગુજરાત સરકાર હાલ નર્મદાના નીર ગુજરાતમાં પહોંચે તે માટે કેન્દ્ર સરકારની સહાય માંગી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ  વડાપ્રધાનમોદીને આ અંગે જાણ કરી છે અને નર્મદા કંટ્રોલ ઓથોરીટીને વિનંતી કરી છે કે નર્મદા નદીમાં પાણી વધારે પ્રમાણમાં છોડવામાં આવે. જો છોડે તો સારું છે નહીંતર ગુજરાતની પ્રજાને દુષ્કાળ નો મારસહન કરવો પડશે. સરકાર જો કોઇ યોગ્ય રસ્તો કાઢે તો ગુજરાતની પ્રજાને પૂરતા પ્રમાણમાં પાણી મળી શકશે. પરંતુ ગુજરાતીઓએ ધીરજ રાખવી જરૂરી છે.આ સાથે આપ જોતા રહેજો, Khabarchhe.com  કે જ્યાં વાત થાયછે હંમેશાં ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.