પાસ દ્વારા ભાજપ શુદ્ધિકરણ - Ep. 39
ભાજપ લોકોની વચ્ચે જઇને કેન્વાસીંગ કરવાનું ટાળી રહ્યા છે તેનું બીજુ કારણ પણ છે કે પાટીદારોના યુવાનો ભાજપના કોઇપણ નેતા પ્રચાર કરવા જાય ત્યારે તેઓ તેમની પાછળ તે જ જગ્યાએ જઇને સ્વચ્છ ભારત ભાજપ મુક્ત ભારત બનાવવાના હેતુથી ભાજપ દ્વારા આપવામાં આવેલી પત્રિકા કચરાપેટીમાં નખાવે છે ત્યાર બાદ તે જગ્યા પર ગંગાજળ છાંટીને પવિત્ર કરવામાં આવે છે. હાસ્યાસ્પદ છે પરંતુ પાસનો આ તખ્તો લોકપ્રિય પણ છે. લોકોમાં જોવા મળતા રોષના કારણે જ્યારે નેતાઓ જાય છે ત્યારે આ દ્રશ્ય ઊભુ થાય છે. આ પરથી રીઢા નેતાઓએ સમજી જવું જોઇએ કે હવે મોબાઇલ અને કોમ્પ્યુટર યુગની નવી પેઢી રાજકારણ માં આવી ગઇ છે, અને એમના મન જીતવા ઘણા કપરા છે. આપણે પણ લોકશાહી માટે સમજી વિચારીને મતદાન કરવું જોઇએ અને કરાવવું જોઇએ. ખબર છે ડોટ કોમ હંમેશાં વાત કરે છે ગુજરાતની અને ગુજરાતના હિતની ગુણિયલ ગુજરાતની જય હો. નમસ્કાર