જાડી ચામડીના નેતાઓ ડરી રહ્યા છે યુવાનેતાઓથી - Ep. 23
શું ચૂંટણી ટાણે યુવાધન ભૂલાઇ જાય છે? શું આ યુવાધનનો સદ્દઉપયોગ માત્ર તાળીઓ પાડવા માટે જ છે? યુવાધનને આગળ વધારવું એ ગુજરાત ભાજપની નૈતિક જવાબદારીમાં નથી આવતું? શું ગુજરાત ભાજપના સિનીયર નેતાઓ યુવા નેતાઓને તૈયાર કરવા નથી માંગતુ? શું આ જાડી ચામડીના નેતાઓ મોદીજીની મહેનત પર ઠંડુ પાણી રેડવા માંગે છે કે પછી તેઓ યુવા નેતાની વિઝન, સાહસ, સ્પીડથી ડરી રહ્યા છે? ભાજપ ગહન વિચાર નહીં કરે તો આવનારા દિવસો તેમના માટે ઘણા કપરા સાબિત થશે. કોઇ પણ પક્શ ભલે પોતાની ફરજ ચૂકે પણ આપણે આપણી ફરજ હંમેશાં નિભાવતા રહીશું. લોકશાહીને ઉજાગર કરવા સંકલ્પ કરીએ મતદાન કરીએ અને કરાવીએ. ગુજરાત અને ગુજરાતના હિતની વાત હંમેશાં ખબર છે ડોટ કોમને સાથ, ગુણિયલ ગુજરાતની જય હો નમસ્કાર