આ છે કુપોષિત ગુજરાત - Ep. 116

ગુજરાતે ભારત દેશને ઘણું બધું આપ્યું છે તેથી ગુજરાતને એક સમૃદ્ધ રાજ્ય માનવામાં આવે છે પરંતુ શું આપને ખ્યાલ છે, આ સમૃદ્ધ રાજ્યની પ્રજા કેટલી ગરીબ છે કે અહીં ના બાળકોને બે ટંકનું ખાવાનું પણ મળતુ નથી. જી હા, આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જ ગુજરાત છે. કે જ્યાં એક લાખથી વધારે બાળકો કુપોષિત છે. ગુજરાતના બાળકો હંમેશાં કુપોષિતની અનુક્રમણિકામાં અવલ્લ જ રહેતા હોય છે અને ગમે તેટલી અન્નપુર્ણા યોજના કેમ ન યોજવામાં આવે પરંતુ બાળકોને પોષણ નથી મળતું, તે વિકાસશીલ ગુજરાતની ભોળી પ્રજાને સ્વીકારવાની જરૂર છે. દેશભરમાં આજે ગુજરાતનું નામ વિકાસના મોડેલ તરીકે પ્રખ્યાત છે. વાતો મોટી થાય છે પરંતુ કામ નાના થાય છે. રાજ્યભરમાં કુલ 1,5,938 જેટલા બાળકો કુપોષિત છે જેમાં વડોદરા જીલ્લામાં સૌથી વધુ કુપોષિત બાળકો છે. વડોદરામાં 7625 બાળકો અને બોટાદમાં સૌથી ઓછા 489 બાળકો કુપોષિત છે. પરંતુ ઓછો આંક પણ ગુજરાત માટે ભંયકર ગણી શકાય. ત્યારે સૌ કોઇએ અહિં સાવચેત રહેવાની જરૂર છે. આપ જોતા રહો Khabarchhe.com કે જ્યાં અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.

 

 

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.